જિલ્લા ચૂટણી કચેરી
ચુંટણી કચેરી એ નાગરીકો અને ચુંટણી વહીવટી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. મુકત અને ન્યાયી ચુંટણી યોજવી અને ક્ષતિ રહિત મતદારયાદી એ ચુંટણી શાખાના .પ્રાથમિક અને મહત્વના કાર્યક્ષેત્રો છે. જેના માટે ચુંટણી શાખા મતદારયાદી તૈયાર કરવી, મતદાર ઓળખપત્ર તૈયાર કરવા અને મતદાન મથકો નકકી કરવા તથા તેનું પુન: ગઠન કરવું વિગેરે જેવી કામગીરી કરે છે.
મુખ્ય કામગીરી
મતદારોને ફોટો ઓળખ કાર્ડ આપવા.
ઓળખ કાર્ડને લગતા સુઘારાઓ કરવા.
ડુપ્લીકેટ ફોટો ઓળખ કાર્ડ બનાવવા.
લોકોની માંગ મુજબ મતદારયાદીની પ્રમાણિત નકલો આપવી.
ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી
મતપેટીઓ, ઇવીએમ, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી
ચૂંટણી સંબધિત સ્ટેશનરીના છાપકામને લગતી કામગીરી
જે વિઘાનસભા મતવિભાગના ચૂંટણી અઘિકારી હોય તેની અસરકારક રીતે ચૂંટણી યોજવી.
ઉમેદવારોના ઉમેદવારી ૫ત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી.
ચૂંટણી સંબંઘિત નોટીસ પ્રસિઘ્ઘ કરવી.
હરિફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
મત૫ત્રો છપાવવા અને સેવા મતદારોને મોકલવા.
મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત મતદાન અઘિકારી પ્રતિનિયુકત કરવા.
મતદાન દિવસે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન અધિકારીઓની કાર્યો દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય
નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
કાયદાકિય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને વ્યાજબી રીતે મતદાન કરાવવું.
ઇમેઇલ : collector-pan[at]gujarat.gov.in
સરનામું: જીલ્લા ચુંટણી કચેરી, જિલ્લા સેવા સદન , ગોધરા જિલ્લા પંચમહાલ