નવલખા કોઠાર
પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ માટેના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
પંચમહાલમા હવાઇ મથકની સુવિધા નથી. સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા એરપોર્ટ છે જે 80 કિ.મી દૂર છે
ટ્રેન દ્વારા
પંચમહાલ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે.
માર્ગ દ્વારા
દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે પંચમહાલ આવવા માટે સરળતાથી બસ મેળવી શકો છો.